Pages

Thursday, January 3, 2013

ન દોડવાના બહાનાં’ પર ખાસ પોસ્ટ હાજર છે!


આ પોસ્ટ ઘણા લોકો ને લાગુ પડે છે .. સમજવા વાળા સમજી જજો . બધું કેવાનું ના હોય હવે ..

બહાનું #૧: સમય નથી.
સવારે સમય નથી? તો સાંજે દોડો. સાંજે સમય નથી તો સવારે દોડો. સોમ થી શુક્ર બીઝી છો? તો શનિ-રવિનો ઉપયોગ કરો. ઘરની નજીક ગાર્ડન હોય તો રાત્રે પણ દોડી શકો છો (જમ્યા પહેલા!).

બહાનું #૨: મારું શરીર તો ફીટ છે, દોડવાની શી જરુર?
બહારથી મસ્ત દેખાતું શરીર અંદરથી ફીટ હોય જ તે જરુરી નથી. દોડવાથી હ્દ્ય વત્તા મગજને પણ પૂરતો ઓક્સિજન મળવાથી એકસ્ટ્રા ફાયદો થાય છે. સાંધા વગેરેના રોગોથી રાહત મળે છે (કે પાછલી ઉંમરે થતા નથી કે ઓછા થાય છે). તમારી ‘ફીટ’નેસનો ટેસ્ટ દોડવાનું શરુ કરવાથી થઇ જશે!

બહાનું #૩: હવે ઉંમર થઇ ગઇ.
ADR માં એવા મેમ્બર છે જેમને ૬૦ વર્ષે દોડવાનું શરુ કર્યું છે અને અત્યારે ૬૫ થી ૬૯ વર્ષે પછી ફુલ-મેરેથોન દોડે છે! રણધીરઅંકલ અને માંકડ અંકલ તેનાં ઉદાહરણ છે. હૈદરાબાદ મેરેથોનમાં આવા કેટલાય ઓલ્ડ-યંગ ને મારાથી આગળ થતા જોયેલા છે!

બહાનું #૪: દોડવાનું મોંઘું છે.
એક રીતે જોઇએ તો કોઇપણ શોખ મોંઘો છે, પણ રનિંગ (અને સાઇકલિંગ) કદાચ એવા શોખ છે જે મીનીમમ રુપિયા ખર્ચીને પણ સારી રીતે કેળવી શકાય છે. દોડવા માટે માત્ર વર્ષે-બે વર્ષે શૂઝ વત્તા ચડ્ડી-ટીશર્ટનો ખર્ચો છે. જરુરી નથી કે દેશ-વિદેશના દરેક ખૂણે થતી મેરેથોનમાં તમે ભાગ લો. હવે તો ગુજરાતમાંય ત્રણ મેરેથોનનું આયોજન થાય છે (આ વખતે સુરતમાંય મેરેથોનની વાતો સંભળાય છે. હુરતીઓ દોડશે તો મજા આવશે! ખાલી આયોજનમાં લોચા ના પડે તો સારી વાત છે ).
મેં કરેલ ત્રણ બેસ્ટ રનિંગ એસેસરી: પાણીની બોટલ (વીથ ગ્રીપ): ૧૪૯, હેડ બેન્ડ: ૧૯૫, બેલ્ટ: ૨૦૦. આમાં પહેલી અને ત્રીજી વસ્તુ રનિંગ માટેની છે જ નહી તો પણ મને મસ્ત રીતે સેટ થઇ ગઇ છે. આ વસ્તુઓ જો બ્રાન્ડેડ લેવા જઇએ તો ત્રણ ગણાં રુપિયા તેના માટે આપવા પડે.
બહાનું #૫: લોકો શું કહેશે?
ખાસ કરીને કદાચ બહુ વધુ વજન કે પછી કોઇક વાર છોકરીઓ-સ્ત્રીઓને આ પ્રશ્ન ઉદ્ભવે છે. એક ઉપાય જીમ અથવા વહેલી સવારે કે સાંજે ગાર્ડન-પાર્કમાં દોડી શકાય. જો પોસાતું (અને જગ્યા-મોકળાશ) હોય તો ટ્રેન્ડ મિલ ઘરે પણ વસાવી શકાય પણ એમાં રોડ-ટ્રેક જેવી ફિલ આવતી નથી. શોર્ટ પહેરીને જ દોડવું તે જરુરી નથી, સરસ ટ્રેક પેન્ટ મળે છે.
અને તોય લોકો કંઇક તો કહેવાના. Ignore કરવા!
બીજા કોઇ બહાનાં છે? તો લખો, ઉકેલ હાજર છે!!

3 comments:

  1. અરે વાહ સરસ પોસ્ટ. પણ આ પોસ્ટ તો અહીં પણ છે, http://kartikm.wordpress.com/2012/09/07/how-to-start-running-2/ અને એ પણ છેક સપ્ટેમ્બરમાં લખાયેલ છે. All Posts are mine mine mine!! હા, હા! :)

    ReplyDelete
    Replies
    1. hehehe .. you are right .. mari post etle me lakheli post .. hu amuk loko sudhi phochadvanu sadhan chu .. :)

      Delete
  2. And Brijal bhai you says

    "All Posts are mine mine mine!!"

    ReplyDelete